ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસના ઉમેદપુરા ખાતે આવેલ ખેતલા બાપજીના મંદિરે મનુષ્ય ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:41:16
  • Views : 269
  • Modified Date : 2021-10-21 11:41:16

 

ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસના ઉમેદપુરા ખાતે આવેલ ખેતલા બાપજીના મંદિરે મનુષ્ય ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન. જે દર વર્ષે સમગ્ર ગુજરાત ભરમાં મનાવવામાં આવે છે. જે અંતર્ગત ડીસા તાલુકાના રાણપુર ગામે પણ મનુષ્ય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ડીસા તાલુકાના રાણપુર ગામે સ્વાધ્યાય પરિવાર દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે.જેમાં આયોજકો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે  501 દિવડાની મહાઆરતી મહાપ્રસાદ લ્હાણીનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં આયોજકો દ્વારા ગ્રામજનો નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નરીગજી માળી,લાલાજી ટાંક, ભરત સુંદેશા દલપતજી ગેલોત, રમેશભાઇ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News