પાલનપુરથી ડીસા તરફ આવી રહેલી સરકારી બસમાં કોઈ અજાણી યુવતી દ્વારા મુસાફરનું પાકીટ ચોરી કરતા બસમાં હંગામો મચ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:35:35
  • Views : 1589
  • Modified Date : 2021-12-17 13:35:35

 

ડીસા પાલનપુર બસ માં પાકીટ ચોર યુવતી ઝડપાઈ હતી. ડીસા થી પાલનપુર મુસાફરો વિદ્યાર્થીઓ રોજેરોજ મોટી સંખ્યામાં બસ મારફતે મુસાફરી કરતા હોય છે. જેના કારણે કેટલીકવાર ભારે ભીડ નો લાભ ઉઠાવી ચોરો મુસાફરોના મોબાઇલ અને પાકીટ ની ચોરી કરતા હોય છે ત્યારે આજે પાલનપુર થી મુસાફર ભરેલી બસ ડીસા તરફ આવી રહી હતી તે સમયે રાજસ્થાનનું એક યુવક ડીસા આપવા માટે બસમાં બેઠો હતો જે બાદ તેની પાછળ બસમાં એક યુવતી ઉભી હતી જેને બસમાં ભીડનો લાભ લઈ આગળ ઉભેલા મુસાફરનું પાકીટ ચોરી કરી અને બસની સીટમાં કોઈને ખબર પડે તેમ બેસી ગઈ હતી. જે વાત બસના કંડક્ટર દ્વારા મુસાફર પાસે ટીકીટના પૈસા માગતા મુસાફર નું પાકીટ પોતાના પાસે હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મુસાફરે અંગેની જાણ કંડકટરને કરી હતી. જેથી બસના કંડક્ટરે મુસાફરની પાછળ ઉભેલી યુવતીને પાકીટ વિશે પૂછતા યુવતી ઉશ્કેરાઇ ગઇ અને મુસાફર અને કંડકટર પર આક્ષેપો કરવા લાગી હતી જે બાદ બસમાં બેઠી અન્ય યુવતીએ મુસાફરની પાછળ ઉભેલી યુવતીએ મુસાફર નું પાકીટ ચોરી કરી હોવાનું જણાવતા કન્ડક્ટરે યુવતીની તલાસી લેતા યુવતી પાસેથી મુસાફરનું પાકીટ મળી આવ્યું હતું જેથી પાકીટ ચોર યુવતીને મેથીપાક ચખાડી બસમાંથી નીચે ઉતારી દીધી હતી.

Download Our B K News Today App



Related News