રોહતકમાં માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઇ, અનેક ટ્રેનોનું ટાઇમ ટેબલ ખોરવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 16:51:16
  • Views : 513
  • Modified Date : 2023-01-16 16:51:16

હરિયાણાનારોહતકમાં ટ્રેન પાટા ઉપરથી ખડી ગઈ હતી. રવિવારે થયેલી આ મોટી દુર્ઘટનાને લઇને બીજી અનેક ટ્રેનો પ્રભાવિત થઇ હતી. માલગાડીના 6 ડબ્બાઓ ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે 2 ટ્રેનો રદ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યકિત ઈજાગ્રસ્ત કે જાનહાનીનો ભોગ બન્યું નથી જોકે આ ઘટનાને લઇ રેલવે તંત્ર તાત્કાલિક ધોરણે રાહતની કામગીરીમાં લાગી ગયું હતું અને માલગાડીને ડબ્બાને હટાવવાની કવાયત શરૂ કરી દીધી હતી..

ઘટના અંતર્ગત પ્રાપ્ત માહિતી અનુસાર આ માલગાડી હરિયાણાના રોહતકના સમર ગોપાલપુર ગામ પાસે રવિવારે સવારે લગભગ 6:45 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલ્વે ટ્રેકને નુકસાન થયું હતું. જેના કારણે રોહતક-અને જીંદ રૂટ પર દોડતી 6 ટ્રેનોને અસર થઈ છે. માહિતી મળતા જ રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલ્વે કર્મચારીઓ ટ્રેક રીપેર કરવાનું કામ કરી રહ્યા છે. ઉપરાંત, અન્ય ટ્રેનો માટે રસ્તો બનાવવા માટે પાટા પરથી ઉતરી ગયેલા કોચને બાજુમાં હટાવી દેવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News