છૂટાછેડા લીધા વગર યુવક સાથે રહેતી યુવતીને પતિ અને સાસુએ ફટકારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 15:34:14
  • Views : 163
  • Modified Date : 2023-06-27 15:34:14

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતી પર તેના પતિ અને સાસુએ ઘરમાં ઘુસીને હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. યુવતી છૂટાછેડા લીધા વગર યુવક સાથે તેના જ મકાનમાં રહે છે. ગઇકાલે યુવતી અને યુવકની માતા ઘરે હાજર હતા ત્યારે પતિ અને સાસુ આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો.ચાંદખેડા વિસ્તારમાં આવેલા નિલકંઠ એવન્યુમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ અને અન્ય એક મહિલા વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. ફરિયાદીના મોટા પુત્રના છૂટાછેડા થયા હતા અને છેલ્લા ચાર વર્ષથી તે તેની સ્ત્રી મિત્ર સાથે પોતાના ઘરમાં રહે છે. ફરિયાદીના પુત્રની મહિલા મિત્રના લગ્ન થયા હતા. જોકે, બન્ને વચ્ચે મનમેળ નહીં આવતા તેમણે કોર્ટમાં છૂટાછેડા બાબતે કેસ કર્યો હતો. જે હાલ ચાલુ છે.ગઇકાલે બપોરે ફરિયાદી તેમજ આરોપીની પત્ની ઘરે હાજર હતા, ત્યારે મહિલાનો પતિ અને તેની માતા આવ્યા હતા. આરોપીની પત્નીએ ઘરનો દરવાજો ખોલતાની સાથે જ પતિ તેને ગાલ પર લાફો મારી દીધો હતો. તેણે બબાલ કરતા ફરિયાદી તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જ્યાં આરોપીની માતાએ તેમના હાથમાં બચકુ ભરી દીધું હતું. જ્યારે મહિલાનો પતિ ફરિયાદીને મારમારીને કહેવા લાગ્યો હતો કે, મારે છૂટાછેડા થયા નથી, તો પણ તેને તમારી સાથે કેમ રાખો છો. તમે તેને સાથે રાખશો, તો તમારા દીકરાને જાનથી મારી નાખીશ, તેવી ધમકી ફરિયાદીએ આપતા મામલો બિચક્યો હતો. ફરિયાદીએ તરત જ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરી દીધો હતો. જ્યારે તેમનો પુત્ર પણ આવી પહોચ્યો હતો. મહિલાનો પતિ અને તેની માતા ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News