મસ્જિદમાં મહાકાય અજગર ઘુસ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-13 14:50:16
  • Views : 86
  • Modified Date : 2023-10-13 14:50:16

ભરૂચમાં મસ્જિદમાં અજગર ઘુસી જતાં ભય ફેલાયો હતો. આ અજગર 6 ફુટ લાંબો છે. જે ફૂંફાડા મારી સતત શ્રદ્ધાળુઓને ભયભીત કરી રહ્યો હતો. જીવદયા પ્રેમીઓની મદદથી આ અજગરને ઝડપી પડી માનવી અને સરિસૃપ બન્ને માટે સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ભરૂચમાં મસ્જિદમાં અજગર ઘુસી જતાં ભય ફેલાયો હતો. આ અજગર 6 ફુટ લાંબો છે. જે ફૂંફાડા મારી સતત શ્રદ્ધાળુઓને ભયભીત કરી રહ્યો હતો. જીવદયા પ્રેમીઓની મદદથી આ અજગરને ઝડપી પડી માનવી અને સરિસૃપ બન્ને માટે સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ સરીસૃપ નજરે પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.  લોકોએ મસ્જિદના આ હિસ્સામાં અવરવજર  કરવાનું પણ બંધ કરી દીધું હતું.  લોકોને એવો ભય હતો કે જો આ અજગર કોઈને ભરડો લે તો તેની ચુંગાલમાંથી બચવું મુશ્કેલ જ નહીં પરંતુ અસંભવ બની જાય તેમ લાગતું હતું.આ બિન-ઝેરી સરીસૃપ છે  જે મોટાભાગે શિયાળ, વાંદરો, કૂતરા, બકરાં વગેરે જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. તેઓ કોઈને પણ તેમના સ્નાયુઓ વડે જકડીને ગૂંગળાવી નાખે છે.ભરૂચ જિલ્લામાં આમ તો અજગરની સંખ્યા ખુબ ઓછી છે પરંતુ અનુમાન લગાવાય છે કે ચોમાસામાં પાણીના પ્રવાહમાં આ સરિસૃપ વનવિસ્તારમાંથી તણાઈ આવે છે. તાજેતરમાં અંકલેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારમાં પણ મહાકાય અજગર નજરે પડ્યો હતો. આ અજગરને પણ રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News