ધાનેરા નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ : સત્તા પક્ષના 12 સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-12 12:29:34
  • Views : 212
  • Modified Date : 2022-03-12 12:29:34

ધાનેરા નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ : સત્તા પક્ષના 12 સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક

વિવાદોમાં રહેતી ધાનેરા નગરપાલિકામાં આજે સામાન્ય સભા અને બજેટની સભા બોલાવવામાં આવી હતી.. સામાન્ય સભામાં પણ ધાનેરા નગરપાલિકાના ચૂંટાયેલા ૨૮ સભ્યોમાંથી કોંગ્રેસના માત્ર ચાર સભ્યો અને ભાજપના સાત સભ્યો હાજર રહ્યા હતા..ધાનેરા નગરપાલિકામાં ચાર વર્ષ દરમિયાન પાંચથી વધુ પ્રમુખો બદલાયા છે.. પાંચ વરસની ટર્મમાં ક્યારેક ભાજપના પ્રમુખ બની જાય છે..તો ક્યારેક કોંગ્રેસના પ્રમુખ બની જાય છે..ક્યારેક ભાજપ કોંગ્રેસને ટેકો આપે છે તો ક્યારેક કોંગ્રેસ ભાજપને ટેકો આપે છે..જેને લઇને છેલ્લા 4 વર્ષથી ધાનેરા નગરપાલિકા વિવાદમાં રહી છે .. આજે ધાનેરા નગરપાલિકા હોલમાં પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી.. જેમાં વિકાસના અનેક કામોને બહાલી આપવામાં આવી હતી.. જેમાં પાલિકામાં cctv કેમેરા,પાલિકાની દુકાનના ભાવ ઘટાડીને વેચાણ કરવાની સાથોસાથ શહેરના વિકાસ માટેના અનેક કામોને બહાલી અપાઈ હતી.. સભામાં રખડતા ઢોરનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો હતો સાથોસાથ પાલિકાની તમામ કમિટીનો પાવર પ્રમુખ પાસે રહેવાની વાત પર સર્વસંમતિ બની હતી

ધાનેરા નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2022 23 નું બજેટ રજૂ કરાયું હતું જે 71,18,52,000 અંદાજીત ખર્ચ વાળુ બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું..

 

બીજી તરફ કોંગ્રેસ શાસિત પાલિકામાં વિખવાદ પણ સામે આવ્યો હતો જેમાં 28 સભ્યો વાળી પાલિકામાં પ્રમુખ સહિત 11 સભ્યો હાજર રહ્યા હતા જેમાં ભાજપના 7 સભ્યો અને કોંગ્રેસના પ્રમુખ સહિત 4 સભ્યો હાજર રહ્યા હતા..ધાનેરા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે..હાલ કોંગ્રેસ ની સતા છે છતાં કોંગ્રેસના 12 સભ્યો હાજર રહેતા અનેક તર્કવિતર્ક સામે આવ્યા હતા... જ્યારે ભાજપના પણ પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા.. બાઈટ હીરાલાલ ઠક્કર વિપક્ષ નેતા ધાનેરા નગરપાલિકા

 

આજે તો સર્વાનુમતે ધાનેરા નગરપાલિકામાં બજેટની સાથે સાથે સામાન્ય સભામાં વિકાસના કામો માટે ઠરાવ પણ થયા છે પરંતુ આવનાર સમયમાં કોંગ્રેસના નગરપાલિકા પ્રમુખ કમળાબેન નાઈ યથાવત રહે છે કે પછી તેમની સામે કોંગ્રેસના ગેરહાજર સભ્યોની અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડે છે તે તો આવનારો સમય બતાવશે..

Download Our B K News Today App



Related News