પાલનપુર તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાઇ હતી..જેમાં 4 કરોડ 66 લાખ ઉપરાંતનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:43:34
  • Views : 207
  • Modified Date : 2022-03-22 11:43:34

પાલનપુર તાલુકા પંચાયત ખાતે પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા સભ્ય શ્રીઓ ની હાજરી માં  સાધારણ સભા ની મિટિંગ નું આયોજન થયું જેમા રૂપિયા ૪,૬૬,૬૮૧૮૮ નું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયું. તેમજ કારોબારી ચેરમેન સંજય ચૌધરી એ મલાણા તળાવ માં પાણી નાખી ભરવા બાબતે ખેડૂતો એ કરેલ આંદોલન ને ટેકો આપી જલ્દી માં જલ્દી પાણી નંખાય અને બાલારામ પાસે કોચડી ખાતે બનેલા ચેકડેમ ની ઊંચાઈ વધારવામાં આવે એ બંને દરખાસ્ત રજુ કરતા સર્વાનુમતે આ દરખાસ્ત મંજુર કરવા માં આવી હતી. અને સાથે જ અગાઉ ગત મિટિંગ માં કરેલ બાજોઠીયા ડેમ માંથી માટી કાઢી ચેકડેમ ઊંડો કરવાના ઠરાવને ધ્યાને લઇ બાજોઠીયા ડેમ ના રિસ્લ્ટીંગ માટે કામ ને સર્વે કરી કામ હાથ ધરવા તૈયારી બતાવવામાં આવી હતી

Download Our B K News Today App



Related News