ડીસા તાલુકાના જૂનાડીસા ગામે દલિત સમાજની સાધારણ સભા મળી હતી જેનું મુખ્ય ઉદેસ્ય સમાજના કુરિવાજો તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સભા યોજવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-28 12:05:09
  • Views : 418
  • Modified Date : 2021-08-28 12:05:09

     આમ તો ગુજરાતની અંદર દરેક સમાજ ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામે જુનાડીસા દલિત સમાજની સાધારણ સભા મળી હતી જેમાં અગાઉ રામદેવપીર મંદિર યુવા ટ્રસ્ટી ની રચના કરવામાં આવી હતી જે આજે રજીસ્ટર થઇ ગઇછે તેને લઈને સરકારી વિવિધ યોજનાઓનો કઈ રીતે લાભ લઇ શકીએ અને સમાજને કઈ રીતે આગળ લાવી શકીએ  તેમજ વિકાસ લક્ષી ભંડોળ એકઠુ કરવા માટે ની સાધારણ સભા મળી હતી જેમાં સમાજમાં વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ રૂપ થઇ શકીએ સમાજમાંથી કુરિવાજો કઈ રીતે દૂર કરી શકીએ વિવિધ મુદ્દા ઉપર જુનાડીસા ના સો ગામ પંચ પટેલ બબાભાઈ પુનડીયાએ ચર્ચા કરી હતી તેમજ જુનાડીસા રામદેવપીર મંદિર ખાતે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરવા માટે લાઈબ્રેરીની પણ ચર્ચા કરવામાં આવી હતી જ્યારે આ મિટિંગમાં જુનાડીસા ગામ ના દલિત સમાજના આગેવાનો દિનેશ ભાઇ પુનડીયા DYSP, મણીલાલ પુનડીયા,મફાભાઇ છત્રાલિયા ,અમરત ભાઇ પુનડીયા,જેન્તી ભાઇ પુનડીયા ઇશ્વર ભાઇ પુનડીયા વિરમા ભાઇ પુનડીયા સહિત જુનાડીસા દલિત સમાજના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી

Download Our B K News Today App



Related News