ધાનેરા નગરપાલિકાની ચાર મહિને સાધારણ સભા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-20 11:51:00
  • Views : 292
  • Modified Date : 2021-08-20 11:51:00

     ધાનેરા નગરપાલિકાની સાધારણ સભા ગુરૂવારે યોજાઇ હતી. જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને પાલિકાના વિકાસના કામો માટે સર્વાનુમતે ઠરાવો કરવામાં આવ્યા હતા. જ્યારે વનીકરણ બાબતે ભાજપના સભ્યોએ જ વિરોધ નોંધાવતા ટીખળીઓ પણ થવા પામી હતી. ધાનેરા નગરપાલિકામાં ચાર મહિના પહેલા સાધારણ સભા યોજવામાં આવેલ અને તેના પછી કાયદાકીય ગુંચ પડતા પ્રમુખો બદલાયા, કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પાછા હાઇકોર્ટે પાછા લાવ્યા અને આ સમયમાં એક પણ સાધારણ સભા ભરવામાં આવી ન હતી. અને ચાર મહિના પછી તમામ સભ્યોની હાજરીમાં આ સભા યોજાઇ હતી. જેમાં ૨.૨૫ કરોડના વિકાસના કામોની ચર્ચા કરવામાં આવેલ. તેમાં તમામ સભ્યોએ કોઇપણ વિવાદ વગર તમામ સભ્યોએ મંજુરી આપી હતી. તેમજ પાલિકામાં ગાડી ન હોવાથી ભાડાઓ ભરવા પડે છે તે માટે આગામી બજેટમાંથી ૧૦ લાખની મર્યાદામાં ગાડી લાવવાની પણ ચર્ચા કરવામાં આવેલ અને તેમાં બહુમતિથી આ ઠરાવ પણ પ્રમુખ સ્થાનેથી પાસ કરવામાં આવેલ  તેમજ વોર્ડ નં-૭ માં ગટરલાઇનો અને પપીંગ સ્તેસન માટે પણ મુદ્દો ચર્ચાયો હતો અને જ્યાં સરકારી જગ્યા મળે ત્યાં તાત્કાલીક બનાવવા માટે ર્નિણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પાલિકા પ્રમુખ કિરણબેન સોની, ઉપપ્રમુખ શંકરભાઇ પટેલ તેમજ ચિફ ઓફિસર એસ.એમ.અંસારી હાજર રહ્યા હતા.

 

વનીકરણમાં ભાજપનો નોંધાયો વિરોધ

ધાનેરા પાલિકાના રસ્તાઓની વચ્ચે મહેંદી અને ૧૦ મીટરના અંતરે એક વૃક્ષ વાવવા માટૅ મુદ્દો લેવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ૭ સભ્યોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો. જેથી બોર્ડમાં જ ટીખળીઓ થઇ હતી કે ભાજપ સરકાર વૃક્ષો વાવવાની વાત કરે છે ત્યારે પાલિકામાં ભાજપના સભ્યોજ આ બાબતે વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી સરકારનંુ માનવું કે પછી આ ભાજપના સભ્યોનંુ તેમ કહીને અંદરો અંદર ટીખળી થવા પામી હતી.

 

પાલિકા રેલવે પુલને લાઇટ નહીં આપે

નેશનલ હાઇવે વિભાગ દ્વારા રેલવે પુલ બનાવેલ છે અને તેમાં સ્ટ્રીટલાઇટ માટે પાલિકા ઉપર ભારણ નાંખવાની વાત કરતાં

પાલિકા દ્વારા બોર્ડમાં નક્કી કરવામાં આવેલ કે હજુ પુલની મોટી કામગીરી અધુરી છે પહેલા તો તે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને તમામ કામગીરી પૂર્ણ કર્યા પછીજ આ બાબતે વિચાર કરવામાં આવશે તેવું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેથી હવે આ પુલ ઉપર અંધારું જ જાેવા મળનાર છે.

Download Our B K News Today App



Related News