લાખણી માર્કેટયાર્ડમાં રાજેસ ટ્રેડર્સ નામની દુકાનમાં ગેસનો બાટલો ફૂટતા અફડાતફડીનો માહોલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 12:59:46
  • Views : 301
  • Modified Date : 2021-06-10 12:59:46

      બનાસકાંઠા જિલ્લામાં એક તરફ આગની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં આગ ની ઘટનાઓ એક બાદ એક શરૂ થઈ જતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે આવેલ માર્કેટયાર્ડમાં ગત મોડી રાત્રે રાજેશ ટ્રેડર્સ નામની દુકાનમાં લગાવેલ મોબાઇલમાં શોર્ટ સર્કિટ થયો હતો જેના કારણે દુકાનમાં આગ લાગી હતી આ આજના ઝપેટમાં ઉપરના માળે કામદારોના રસોડામાં પડેલા ગેસનો બાટલો ફૂટતા આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં દુકાનમાં પડેલ તમામ સામાન સામગ્રી બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જ આજુબાજુના વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને ગેસનો બાટલો ફૂટતા વેપારીઓમાં ભય પણ જોવા મળ્યો હતો. પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Download Our B K News Today App



Related News