ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:50:19
  • Views : 252
  • Modified Date : 2022-03-10 11:50:19

ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અગમ્ય કારણોસર agniઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને રહેણાંક મકાન અને વાહનોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીના કારણે આગની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આજે ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં રહેતા સમુબેન પરમાર રાબેતા મુજબ સાંજના સમયે ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે અચાનક અગમ્ય કારણોસર બાજુમાં પડેલ ગેસનો બાટલો ફાટી ગયો હતો જેના કારણે ચારેબાજુ આગ લાગી હતી આ અંગેની જાણ આજુબાજુના લોકોને તથા તેઓ તાત્કાલિક સમુબેન પરમાર ના ઘરે દોડી આવ્યા હતા અને બેભાન અવસ્થામાં નીચે પડેલા સમુબેન પરમારને ભારે જહેમત બાદ બહાર નીકાળવામાં આવ્યા હતા. જે બાદ આગને કાબૂમાં લેવા સ્થાનિક લોકોએ માટી અને પાણીનો છંટકાવ કર્યો હતો તેમ છતાં પણ આગ કાબુમાં ન આવતા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા ફાયર ફાઈટર ને જાણ કરી હતી જેથી નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગની ઘટનામાં સમુબેન પરમારના ઘરમાં પડેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

 

Download Our B K News Today App



Related News