હિંમતનગરમાંથી નવી 3 કાર કાર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 14:12:42
  • Views : 88
  • Modified Date : 2023-11-24 14:12:42

હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં તસ્કરોએ ઠંડીના ચમકારા સાથે પરેશાની વધારી દીધી છે. વાહનચોરોના બનાવો પણ દિવસે દિવસે વધવા લાગ્યા છે. આ દરમિયાન હિંમતનગર શહેરના પીપલોદી પાટીયા પાસેથી ત્રણ નવી નક્કોર કારની ચોરી થઈ હતી. હિંમતનગરમાં આવેલા કિરણ મોટર્સના શો રુમના સીઈઓએ કાર ચોરી થયાના પંદર દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણ સીએનજી કારને ગોડાઉનમાંથી ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ કરી હતી.ઘટના બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ શરુ કરી હતી. જેમાં એક બાદ એક આરોપીઓના નામ ખૂલતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ મારુતિ કંપનીની સીએનજી બ્રિઝા કાર કિંમત 9.24 લાખ. ગ્રે કલરની સીએનજી મારુતિ સ્વિફ્ટ કાર કિંમત 7.85 લાખ રુપિયા તેમજ સફેદ રંગની બલેનો ઝેટા સીએનજી કાર, જેની કિંમત 9.28 લાખની ચોરી કરી હતી. જે પોલીસે પરત મેળવી હતી. આરોપીઓએ ત્રણ નહિં પરંતુ ચાર કાર ચોરી કરી હોવાનુ તપાસમાં ખૂલ્યુ હતુ. આમ ચારેય કારને ઝડપી લઈને હિંમતનગર એ ડિવિઝનના પીએસઆઈ પરેશ જાનીએ તપાસ શરુ કરી હતી.

Download Our B K News Today App



Related News