ટ્રેનમાંથી મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતી ટોળકી ઝડપાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 16:51:23
  • Views : 154
  • Modified Date : 2023-07-13 16:51:23

 સુરતમાં કાપોદ્રા પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. રેલ્વેમાં મુસાફરી કરતા પેસેન્જરોના હાથમાંથી તથા ખિસ્સામાંથી તથા તેઓની નજર ચૂકવી કિંમતી ઘરેણાઓની તથા મોબાઈલ ફોનોની ચોરીકરતી ટોળકીને ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૫ મોબાઈલ ફોન તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 2.92 લાખનો મુદામાલ જપ્ત કર્યો છેસુરત કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અલગ અલગ ટ્રેનોની અંદર કિંમતી બેગ/સામાન ચોરી કરી તથા ચાલુ ટ્રેન પેસેન્જરના મોબાઈલ ફોન સ્નેચીગ તથા ચેઈન સ્નેચીગ કરી ગુનાઓ આચરતી ટોળકી મુદામાલ સાથે હાલમાં પેસેન્જર બસમાંથી કિરણ ચોક ખાતે ઉતરનાર છે.બાતમીના આધારે કાપોદ્રા પોલીસે વોચ ગોઠવી રોહિત રાજુભાઈ પટેલ ,દીપક રાજેશભાઈ પાઠક , અને વિનોદ સુશીલ કુમાર મિશ્રા ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 2.92 લાખનો મુદામાલ જપ્ત કર્યો છેપોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુરત રેલ્વે સ્ટેશનમાં પેસેન્જર તરીકે બેસી ટ્રેનની અંદર સુતા પેસેન્જરોના તથા રેલ્વે પ્લેટફોર્મ ઉપરથી ચઢતા પેસેન્જરના મોબાઈલ ફોન પર્સ તથા ગળામાં પહેરેલા સોનાના ઘરેણા ચોરી/સ્નેચીગ કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરતા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુના તેમજ વલસાડ રેલવે પોલીસ મથકમાં નોંધાયેલો એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આરોપી રોહિત પટેલ સામે ભૂતકાળમાં પ્રોહીબીશન એક્ટ મુજબના 8 ગુના, આરોપી દીપક પાઠક સામે ડીંડોલીમાં 1 ગુનો તેમજ વિનોદ મિશ્રા સામે 3 ગુના નોંધાયેલા હતા

Download Our B K News Today App



Related News