બનાસકાંઠામાં ગાડી અડાણા પેટે લીધા બાદ તેના પૈસા ચૂક્યા બાદ પણ તેના માલિકને ગાડી પરત ના આપી અને ખોટા દસ્તાવેજો બનાવી ગાડી બારોબાર વેચી મારતી ગેંગ નો પર્દાફાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-14 11:19:19
  • Views : 11378
  • Modified Date : 2022-07-14 11:19:19

 

બનાસકાંઠામાં ગાડી અડાણા પેટે લીધા બાદ તેના પૈસા ચૂક્યા બાદ પણ તેના માલિકને ગાડી પરત ના આપી અને ખોટા દસ્તાવેજો બનાવી ગાડી બારોબાર વેચી મારતી ગેંગ નો પર્દાફાશ થયો છે જે મામલે પાલનપુર તાલુકા પોલીસે એક નોટરી વકીલ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે . .

 

જો તમે ગાડી અડાણા પેટી મૂકીને પૈસા લાવતા હો તો ચેતી  જજો કારણકે હવે એવી પણ ગેંગ સક્રિય છે કે તમે ગાડી અડાણા પેટે મુક્યા બાદ તેના પૈસા ચૂકવી દો તો પણ તમારા ખોટા દસ્તાવેજો ઊભા કરી ગાડી બારોબાર વેચી દેવાની ઘટના પણ બનાસકાંઠાના પાલનપુરમાં બની છ. પાલનપુરમાં રહેતા હરેશભાઈ કાળીદાસ શ્રીમાળીએ પણ આ જ રીતે પોતાની ગાડી મકસુદ ગાયકવાડ નામના શખ્સ અડાણે આપી પૈસા દીધા હતા ત્યારબાદ તેમની આર્થિક પરિસ્થિતિ શુધરતા તેઓએ મકસુભાઈને તમામ પૈસા ચૂકવી દીધા બાદ પણ તેમને ગાડી પરત આપી ન હતી. જે અંગે પાલનપુર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ હતી. પોલિસે આ મામલે તપાસ કરતા મકસુદ ગાયકવાડ, રણજીત હડિયોલ અને બાબુજી પઢિયાર નામના આરોપીઓ ગાડી અડાણે લીધા બાદ સરકારી નોટરી વકીલ સી આઈ ચૌહાણની મદદથી ગાડી માલિકના નામનો સ્ટેમ્પ મેળવી તેનો ફોટો ચોટાડી , ખોટી સહી અને બનાખત કરી નકલી દસ્તાવેજ બનાવી ગાડી બારોબાર વેચી દીધી હતી જેથી પોલીસે અત્યારે ચાર આરોપીઓ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે . . .

 

 

Download Our B K News Today App



Related News