ભચાઉના કુડા ગામ પાસેથી ઝડપાયું જુગારધામ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-05 13:22:35
  • Views : 138
  • Modified Date : 2023-08-05 13:22:35

રાજ્યમાં અવાર નવાર જુગારધામ ઝડપાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના કચ્છમાં સામે આવી છે. ભચાઉના કુડા ગામ પાસેથી જુગાર ધામ ઝડપાયું છે. કુડા ગામે ફાર્મ હાઉસ પર જુગાર રમતા 22 શખ્સો ઝડપાયા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે શખ્સોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભચાઉના કુડા ગામે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગાર રમતા 22 શખ્યો ઝડપાયા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી કુલ રૂ.29.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ શખ્સો સુરેન્દ્રનગર અને મોરબીથી જુગાર રમવા આવ્યા હતા. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે.

Download Our B K News Today App



Related News