ડીસામાં ભણશાળી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ની રિપ્લેસમેન્ટ ઓપરેશન શરૂ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 12:26:17
  • Views : 452
  • Modified Date : 2021-09-22 12:26:17

    ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે નાનાથી માંડી મોટા સૌ કોઈ હાલમાં સૌથી વધુ પગના દર્દથી પીડાતા હોય છે.તેમાંય ખાસ કરીને 60 વર્ષ ઉપરના વ્યક્તિઓ સૌથી વધુ પગમાં ન ચાલી શકવાના કારણે હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે દરેક વ્યક્તિએ પગ ની સારવાર કરવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે આ સમયે ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ અને ભણસાણી ટ્રસ્ટ દ્વારા અનોખો કેમ્પ શરૂ કરવામાં આવે છે જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના દરેક પગ થી પીડાતા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન પૂરી પાડવાની સેવા શરૂ કરી છે અત્યાર સુધી આ કેમ્પમાં ૧૦૦ થી પણ વધુ લોકોએ નોંધણી કરાવી છે જેમાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા બે વ્યક્તિઓના પગના સફળ કરવામાં આવ્યા છે રોટરી ક્લબ અને ભણસાલી ટ્રસ્ટ દ્વારા શરૂ કરેલા આ કેમ્પથી આવનારા સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારો એવો ફાયદો પણ થઈ શકશે.ભણશાણી ખાતે શરૂ થયેલા આ કેમ્પમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ પણ લેવામાં આવશે નહીં માત્ર નોંધણી કરાવ્યા બાદ તેમના પરિવારમાં ટ્રસ્ટ દ્વારા તપાસ કરી તમામ પ્રકારનો ખર્ચ રોટરી ક્લબ ડીસા અને ભણસાળી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News