થરા કોલેજમાં મફત કાનુની સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:08:18
  • Views : 283
  • Modified Date : 2021-10-11 12:08:18

 

          આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત  સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ,  કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ  લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમેર્સ કોલેજ,થરા અને તાલુકા કાનુની સેવા સમિતિ શિહોરી જીલ્લા બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે મફત કાનુની સહાય શિક્ષણ શિબિરનું ગઈ કાલે આયોજવામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની સરુઆતમાં કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણ દ્વારા મહેમાનોનો પરિચય આપીને વિદ્યાર્થીઓને મફત તાલુકા કાનુની સહાય સમિતિની કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી. કાંકરેજ તાલુકા મફત કાનુની સેવા સમિતિના સભ્ય અને એડ્વોકોટ રફીકભાઈ મન્સૂરી દ્વારા મફત કાનુની સહાય કોને મળે છે ? કયારે મળે છે ? અને આ સહાયનો લાભ લેવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરવી પડે તે બાબતે ખુબજ વિગતે સમજ આપવામાં આવી હતી.આ શિબિરમાં ઉપસ્થિત જ્યુડિશ્યલ કોર્ટના ક્લાર્ક એ.એન.જગાણી દ્વારા વિવિધ દ્રષ્ટાંતો સાથે વિદ્યાર્થીઓને મફત કાનુની સેવાનો લાભ લેવા માટે માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં એડ્વોકેટ એ.ડી.ઘોરી, કોલેજના ઓ.એસ.ઈશુભા વાઘેલા, જુનિયર ક્લાર્ક કુલદીપભાઈ પરમાર તેમજ સમગ્ર કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.મયંકભાઈ જોષીએ કર્યું હતું.

Download Our B K News Today App



Related News