દાનહમાં ચાર વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, લાશના ટુકડા-ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-13 11:07:10
- Views : 290
- Modified Date : 2021-03-13 11:07:10
દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 4 વર્ષની બાળકી પર કથિત દુષ્કર્મની આશંકા સાથે પાડોશી ઇસમે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ જવા પામી હતી. દાનહ પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના ટોઇલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતાં એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં બાળકી બપોરે ગુમ થયા બાદ રાત્રે તેની લાશ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
દાનહના સેલવાસ ખાતે નરોલીની એક સોસાયટીમાં રહેતા પરિવારની 4 વર્ષીય દીકરી શુક્રવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. એ દરમિયાન તે બિલ્ડિંગ નીચેથી અચાનક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થયાં હતાં. ચારેય તરફ બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. બાળકીનો કોઇ જગ્યાએ પત્તો ન લાગતાં આખરે ચિંતાતુર બનેલા પરિવારે નરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સાથે દાનહ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સૌપ્રથમ બાળકીના ઘરની આસપાસ તપાસ હાથ ધરી હતી.
ત્યારે બિલ્ડિંગના ટોઇલેટની પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતાં તેને ઉતારી અંદર ચકાસણી કરતાં ગુમ બાળકીના લાશના ટુકડા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પહેલા માળે આવેલા એક ફ્લેટના ટોઇલેટની બારીનો કાંચ તૂટેલી હાલતમાં દેખાતાં એ ફ્લેટની અંદર સૂતેલી હાલતમાં એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે રૂમની અંદર જોતાં ઠેરઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું, જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સોસાયટીની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ઇસમ અગાઉ પણ અનેક વાર લોકો સાથે છેડતી કરતા લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો છે. તેણે જ બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઊંચકી લઈ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતાં મોત થઇ ગયા બાદ લાશના ટુકડા ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ દાદરાનગર હવેલીના પોલીસ વિભાગને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ ઉપર એપાર્ટમેન્ટમાં આવેલા તમામ ફ્લેટ ચેક કરતાં કરતાં બાળકી મળી નહોતી. પોલીસે 109 નંબરના ફ્લેટમાં રહેતા યુવકની પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં બાળકી એની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
લાશને થેલામાં ભરી સગેવગે કરવાનો પ્રયાસ કર્યો, જોકે આરોપીએ પોતાના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બાળકીની લાશને થેલામાં ભરી ડોકયાર્ડમાં ફેંકવાનો પ્રયાસ કરતો હતો. એ દરમિયાન સ્થાનિક લોકોએ તેને જોઈ લીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપી સંતોષની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.માસૂમ બાળકી સાથે હેવાનિયત જેવું કૃત્ય કરી તેની હત્યા કરી નાખતાં પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડિંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સોંપી દો, અમે જ ન્યાય કરીશું એવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને લઈ તરત પોલીસ મથકે જવા રવાના થઈ હતી.
નરાધમ સંતોષે અગાઉ પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કર્યા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે જે-તે સમયે લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ ઇસમને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવત તો આજે માસૂમ બાળકી ભોગ બનતાં બચી જાત. આ કિસ્સો દરેક સોસાયટી અને ચાલીના રહીશો માટે લાલબત્તી સમાન છે.
સાડાત્રણ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી શરીરના ટુકડા કરીને ટોઇલેટની બારીથી ફેંકી દીધા બાદ નરાધમ ફ્લેટમાં જ સૂતેલો હતો. સોસાયટીના તમામ ફ્લેટધારકોની સાથે આરોપીની પણ પૂછપરછ હાથ ધરાઇ હતી. ત્યારે તેણે અજાણ બની બાળકી અંગે કંઈ પણ ખબર નથી એમ જણાવ્યું હતું.માસૂમ બાળકી બપોરે ઘર પાસે રમતી હતી ત્યારે નરાધમ તેને ઊંચકીને પોતાના ફ્લેટમાં લઇ ગયો હતો, જ્યાં તેણે હેવાનિયતની હદ વટાવી હતી. બાળકીની હત્યા બાદ તેના શરીરના ટુકડા કરી થેલામાં ભરીને ફેંકી દેતાં સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો.
સેલવાસના નરોલી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા અંગેની જાણ મોડી સાંજે પ્રદેશના લોકો સુધી સોશિયલ મીડિયાની માધ્યમથી થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આરોપી નરોલીની એક કંપનીમાં નોકરી કરે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



