બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામ પાસે જંગલની ઝાડીમાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:38:31
  • Views : 228
  • Modified Date : 2022-05-19 10:38:31

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામ પાસે જંગલની ઝાડીમાં આગ લાગી

 

બનાસકાંઠા જિલ્લામાં ગરમીની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ના વિરમપુર પાસે આવેલ જંગલની ઝાડીમાં પણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ગરમીની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર આગની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ કરતાં આ વર્ષે ગરમી પોતાનું અસલી સ્વરૂપ બતાવી રહી છે અને જેની સીધી અસર સ્થાનિક લોકો પર જોવા મળી રહેશે સાથોસાથ ગરમીનું પ્રમાણ વધતા આગની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી રહી છે તો ક્યાંક ગરમી નુ તાપમાન વધતા આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધતી જતી આગની ઘટના વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ના વિરમપુર ના જંગલમાં પણ કોઈ અગમ્ય કારણોસર જાડીમાં આગ લાગી હતી જોતજોતામાં આગે જંગલમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જે અંગેની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતાં તેઓ તાત્કાલિક અમીરગઢ ખાતે લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી હતી જે બાદ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા પાલનપુર પાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક પાણીનો માર્ગે ચલાવવાનું શરૂ કર્યું હતું અને કલાકોની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી પાલનપુરના પાલિકા દ્વારા મોકલવામાં આવેલ બે ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગને કાબુમાં લેતા સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો

 

Download Our B K News Today App



Related News