ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે વધુ એકવાર અફીણના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ની અટકાયત કરાઈ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:34:33
  • Views : 299
  • Modified Date : 2021-10-21 11:34:33

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે વધુ એકવાર અફીણના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ની અટકાયત કરાઈ છે અમીરગઢ પોલીસે વાહનચેકિંગ દરમિયાન ખાનગી બસમાંથી 3.250 કિલોગ્રામ ના જથ્થા સાથે કુલ 4.92 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

 

.કોરોના મહામારી બાદ બનાસકાંઠા જિલ્લો ક્રાઈમ હબ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે અને અમીરગઢ બોડર તેનું મુખ્ય પ્રવેશદ્વાર. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સતત ત્રીજીવાર માદક પદાર્થ સાથે જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આજે અમીરગઢ પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે રાજસ્થાન તરફથી ગુજરાત માં આવી રહેલી એક ખાનગી બસને પણ થોભાવી તલાસી લઇ રહી હતી તે દરમિયાન બસમાં બેઠેલો એક પરપ્રાંતીય શખ્સ શંકાસ્પદ જણાતા તેની પણ તલાસી લેતા તેની પાસેથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 3.250 કિલોગ્રામ અફીણના જથ્થા સાથે કુલ 4.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે શખ્સ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News