ડીસા તાલુકાના આસેડા,નવા અને ખરડોસણ ગામે ચૂંટણીલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:46:29
  • Views : 236
  • Modified Date : 2021-12-17 13:46:29

 

આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ હાલમાં દરેક સરપંચ અને સભ્યો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે ત્યારે આવા સમયે ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ડીસા તાલુકાના દરેક ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવી રહી છે ખાસ કરીને ચૂંટણીલક્ષી કોઈ મોટી ઘટના સર્જાય તે માટે દરેક ગામના આગેવાનો તેમજ સરપંચ અને સભ્યો ને પોલીસ જવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા,નવા અને ખરડોસણ ગામે પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. પોલીસ જવાનોની ફ્લેગમાર્ચ ડીસા તાલુકાના અનેક ગામોમાં ફરી હતી ક્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઇ પોલીસ જવાનો દ્વારા પણ લોકોને સુરક્ષિત ચૂંટણી પૂર્ણ થાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News