ડીસાના આસેડા ગામે આવેલ હેર સલૂનની દુકાનમાં આગની ઘટના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:13:38
  • Views : 455
  • Modified Date : 2022-09-05 17:15:37

ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ઉનાળાને કાળજાળ ગરમીના કારણે તો ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે સતત વધતી જતી આગની ઘટનાના કારણે લાખો કરોડો રૂપિયાનું લોકોને નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે ડીસા પાટણ હાઈવે પર આવેલ આસેડા ગામે હેર કટીંગ ની દુકાન માં આકસ્મિક આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દુકાનમાં પડેલી ટેબલ,ખુરશી, કાચ સહિત હેર કટીંગ નો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો સવારે બંધ દુકાન માં આગ લાગતા સદનસીબે જાનહાની ટળી હતી. ઘટનાને પગલે દુકાન માલિક સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતું આગ ના કારણે દુકાનનો તમામ બળીને ખાખ થઈ જતા દુકાન માલિક હિતેશભાઈ નાઈ અને મહેશભાઈ નાઈ ને અંદાજીત 50હજાર થી વધુ નું નુકસાન થયું છે.  શ્રમજીવી પરિવાર ને આગના કારણે રોજી છીનવાઈ જતા માથે આભ ફાટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

Download Our B K News Today App



Related News