ગુજરાતના લુણાવાડાના એક ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-26 14:51:13
  • Views : 67
  • Modified Date : 2024-03-26 14:51:13

 ઉનાળાની ઋતુની શરુઆત થઇ ગઇ છે. બીજી તરફ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતના લુણાવાડાના એક ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જંગલ વિસ્તારમાં આગ લાગતા જંગલ બળીને ખાક થઇ ગઇ છે.મહીસાગર જિલ્લામાં તહેવાર ટાણે ડુંગળમાં આગ લાગ્યો છે. લુણાવાડા તાલુકાના ઉકરડી ગામ પાસેના ડુંગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આસપાસના સ્થાનિકોમાં દોડધામ થવા લાગી હતી. વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ નહીં કરાતા ગ્રામજનોમાં નારાજગી પણ જોવા મળી હતી. આગ લાગવાથી જંગલનો વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો.

Download Our B K News Today App



Related News