થરાદના માંગરોળમાં ભારતમાલાની કંપનીમાં સાઈડમાં સ્લોપ પ્રોટેક્શન સામગ્રીમાં આગ લાગી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 12:03:42
  • Views : 258
  • Modified Date : 2022-03-16 12:03:42

થરાદના માંગરોળમાં ભારતમાલાની કંપનીમાં સાઈડમાં સ્લોપ પ્રોટેક્શન સામગ્રીમાં આગ લાગી હતી

થરાદના માંગરોળમાં ભારતમાલાની કંપનીમાં સાઈડમાં સ્લોપ પ્રોટેક્શન સામગ્રીમાં આગ લાગી હતી ત્યારે પાલિકાના ફાયરફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

 

થરાદના માંગરોળમાં ભારતમાલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે . જેના કોડમેટમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અફરા - તફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો . થરાદ પાલિકાની ફાયર ટીમે દોડી જઇને આગ પર કાબુ મેળવ્યો હતો . થરાદ - સાંચોર હાઇવે પર ભારતમાલા રોડની કામગીરી કરતી કોન્ટ્રાક્ટ રવિ ઇન્ફ્રાબીલ્ડ પ્રોજેક્ટ પ્રા . કંપનીનો પ્લાન્ટ આવેલો છે . જેમાં રોડની સાઈડમાં સ્લોપ પ્રોટેક્શન ( ઘાસ ઉગાડવા માટે પાથરવામાં આવતી ) સામગ્રીમાં સોમવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી . આથી થરાદ નગરપાલિકાને જાણ કરવામાં આવતાં ફાયર ઓફીસર વિરમ રાઠોડ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો . બનાવને પગલે અફરા - તફરી સાથે ઉત્તેજનાનો માહોલ પ્રસરવા પામ્યો હતો . આગ લાગવાના કારણે કંપનીને નુકસાન થયું હતુ .

Download Our B K News Today App



Related News