સુરતના રેશમ ભવનમાં છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં લાગેલી આગ કાબૂમાં, ફાઈલો સળગી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:37:55
  • Views : 315
  • Modified Date : 2020-09-26 12:37:55

       લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રેશન ભવનમાં આગનો બનાવ સામે આવ્યો છે. રેશમ ભવનના છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં સવારે સવા દસ વાગ્યા આસપાસ એસીના સ્વિચબોર્ડમાંથી સ્પાર્ક થયા બાદ આગ લાગી છે. આગના તણખલા ઓફિસમાં રહેલી ફાઈલમાં પડતાં તે સળગી છે. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જાય છે. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવે છે. જો કે આગ વધુ ન પ્રસરતા કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ આગના ઘુમાડાના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હોય છે.

ઈલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું
લાલ દરવાજા ખાતે આવેલી ફોરેન એક્સચેન્જ ટ્રેડની ઓફિસમાં આગનો બનાવ બન્યો હતો. જેકોબ ઓગસ્ટીનની માલિકીની ઓફિસમાં એસીના સ્વિચ બોર્ડમાં આગનો બનાવ બન્યો હતો. આગ કરતાં ઘુમાડા વધુ નીકળ્યાં હતાં. જેથી આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. આગમાં કોઈ ઈજા જાનહાનિ કે નુકસાન ન થયું હોવાનું જેકોબ ઓગસ્ટીને જણાવ્યું હતું.

આગ પર કાબૂ મેળવ્યો-ફાયરબ્રિગેડ
ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યા હતાં. આગ કરતાં ધૂમાડો વધુ હતો. વેન્ટિલેશન ઓછું હોવાથી તેની તપાસ કરવામાં આવી રહી છે. ફાયરના સાધનો બિલ્ડીંગમાં હતાં. હાલ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે.

Download Our B K News Today App



Related News