વડોદરાની સયાજી હોસ્પિટલનાં ENT વિભાગમાં આગ લાગવાની ઘટના બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-19 17:30:59
  • Views : 74
  • Modified Date : 2024-06-19 17:30:59

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં આગ લાગવાની ઘટના બની છે. વડોદરાની સયાજી હોસ્પિટલનાં ENT વિભાગમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી છે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યુ છે. નાઈટ્રોજન લાઈનના કારણે આગ વધુ પ્રસરી હતી. આ ઉપરાંત ઓપરેશન થિયેટરમાં સાધનોની જેની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જો કે નાક, કાન અને ગળાના વિભાગમાં દર્દીઓ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

Download Our B K News Today App



Related News