થરાદ તાલુકાના લુણાલ ગામે ભેંસો બાંધવાના વાડાની વાડમાં અચાનક આગ લાગી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-09 11:56:16
  • Views : 321
  • Modified Date : 2021-07-09 11:56:16

     થરાદમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ક્યારેક નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં તો ક્યારેક ગાડીમાં તો ક્યારેક મકાનો કે દુકાનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે..કાળઝાળ ગરમી પડવાના કારણે ક્યારેક ઝાડીમાં તો ક્યારેક ખેતરમાં પણ આગ લાગતી હોય છે ત્યારે આજે થરાદ તાલુકાના લુણાલ ગામે ભેંસો બાંધવાના વાડામાં એકાએક આગ લાગી હતી..લુણાલ ગામના પટેલ પરબતભાઈ રામજીભાઈના ભેંસો બાંધવાના વાડાની વાડમાં અચાનક આગ લાગી હતી..આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો..સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી.

Download Our B K News Today App



Related News