ડીસાની ગુરુકૃપા મેડિકલની દુકાનમાં લાગી આગ : અજાણ્યા શખ્સો દ્વારા દુકાનમાં લગાવી હોવાના દુકાન માલિકના આક્ષેપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-05 13:32:06
  • Views : 588
  • Modified Date : 2022-02-05 13:32:06

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે ડીસા શહેરના ઉમિયા નગર રોડ પર આવેલ કેતનભાઇ અમૃતભાઈ ઠક્કર ની ગુરુકૃપા મેડિકલ ની દુકાન આવેલ છે રાબેતા મુજબ ગત મોડી રાત્રે પોતાની મેડિકલ બંધ કરી ઘરે ગયા હતા રાત્રે 5 વાગ્યા  ના આસપાસ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દુકાનમાં આગ ચોપી ફરાર થઈ ગયા હતા આગ લાગવાના કારણે આજુબાજુમાં ભાગદોડ મચી જવા પામી હતી તાત્કાલિક દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દુકાનમાં લાગેલ આગને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ લાગવાથી મેડિકલ દુકાનમાં ૬૦ હજારથી વધુનું નુકશાન થવા પામ્યું હતું જે બાદ દુકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દુકાન માલિકે આક્ષેપ કર્યા હતા કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા દુકાનમાં આગ લગાવી ફરાર થઈ ગયા છે તેના વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News