ડીસા હાઇવે પર આવેલ આતિથી સોસાયટીમાં પાર્ક કરેલ ઈનોવા ગાડીમાં આગ લાગતાં દોડધામ મચી ફાયર ફાયટર ઘટનાસ્થળે આગને કાબૂમાં લીધી ઈનોવા ગાડીમાં લાગી લગાડી હોવાની ગાડી માલિક દ્વારા આશંકા વ્યક્ત કરાઈ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 10:54:54
  • Views : 1442
  • Modified Date : 2022-05-23 10:54:54

 

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આગ લાગવાની ઘટનાઓ દિનપ્રતિદિન બહાર આવી રહી છે ત્યારે આજે ડીસા હાઈવે પર આવેલ  વિશ્વાસ હોસ્પિટલની પાછળ  આવેલ આતિથી સોસાયટીમાં પાર્ક કરેલ ઈનોવા કારમાં સવારના 4 વાગ્યા આસપાસ આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી આગ લાગવાની ઘટના પગલે સોસાયટીના રહીશો દ્વારા ઈનોવા ગાડી માલિકને જાણ કરાતાં ગાડી માલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાયટરને જાણ કરાતાં ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી પરંતુ ઈનોવા ગાડી બળીને ખાક થઈ જતાં  ઈનોવા ગાડીમાં આગ લગાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી ગાડી માલિક હરેશભાઈ માળી દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આગ લાગવાની ઘટનાને બે દિવસ થયાં હોવા છતાં તાલુકા પોલીસ સ્ટેશનના તપાસ અઘિકારી દ્વારા કોઈપણ જાતની તપાસ કરતાં ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ઈનોવા ગાડી માલિકના જણાવ્યા અનુસાર ગાડીમાં આગ લાગી તે પહેલા અજાણ્યા નંબર થી ફોન કરી ઘમકી આપવામાં આવી હતી જેનું કોલ રેકોર્ડિંગ પણ તાલુકા પોલીસ સ્ટેશનના તપાસ અઘિકારીને સોંપવામાં આવ્યું છે  પરંતુ હજુસુધી કોઈપણ જાતની તપાસ ન કરાતાં ઈનોવા ગાડી માલિક દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ઈનોવા ગાડીમાં આગ લાગી કે લગાડી તેની તપાસ કરવામાં આવે તેવી ઈનોવા ગાડી માલિક દ્વારા માંગ કરવામાં આવી હતી જોકે આગ બે દિવસ પહેલા સવારે 4 વાગે લાગી હોવાનું ઈનોવા ગાડી માલિક દ્વારા મિડિયા સમક્ષ જણાવ્યું હતું  ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ તથા જિલ્લા પોલીસ વડા શ્રી દ્વારા ઈનોવા કારમાં લાગેલ આગની  યોગ્ય તપાસ કરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઈનોવા ગાડી માલિક હરેશભાઈ માળી દ્વારા માંગ કરવામાં આવી ઇ

Download Our B K News Today App



Related News