થરાદ શહેરમાં આવેલ એક ઇલેક્ટ્રોનિક મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી : મોલમાં લાખ્ખો રૂપિયા નો ઇલેક્ટ્રોનિક સમાન બળીને રાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-31 12:32:24
  • Views : 1926
  • Modified Date : 2021-10-31 12:32:24

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટના એક બાદ એક સામે આવી રહી છે ખાસ કરીને મોટા ભાગે શોર્ટસર્કિટના કારણે આગની ઘટનાઓ સામે આવી રહી છે.થરાદ માં હાઈવે પર આવેલ એક ઇલેક્ટ્રોનિક મોલ માં આગ લાગી હોવાની ઘટના બની હતી. ડિસ્કવરી નામનો મોલ થરાદ માં હાઇવે વિસ્તાર માં ચોથા માળ પર આવેલો છે અને આજે અચાનક ચોથા માળ પર આગ લાગવાની ઘટના બનતા અફરા તફરી મચી ગઇ હતી. અને ઘટનાની જાણ થરાદ નગરપાલિકાના ફાયર ફાયટરને કરવામાં આવતા ફાયર ફાઈટર પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનાને પગલે થરાદ હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક છુટ્ટો કરાવ્યો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.. પરંતુ આગને પગલે ડિસ્કવરી મોલમાં લાખ્ખો રૂપિયા નો ઇલેક્ટ્રોનિક સમાન બળીને રાખ થઈ જતા મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News