ડીસાના શિવનગર વિસ્તારમાં ઈકો ગાડીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 10:50:39
  • Views : 234
  • Modified Date : 2022-05-08 10:50:39

 

ડીસાના શિવનગર વિસ્તારમાં ઈકો ગાડીમાં ગરમીના કારણે અચાનક ગાડીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી હતી.

 

ગુજરાતમાં નલિયા બાદ સૌથી વધુ ગરમી ડીસા શહેરમાં પડે છે આ વર્ષે પણ ડીસા શહેરમાં શરૂઆતના સમયમાં જ ગરમી પોતાનું અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું હતું અને ૪૨ થી ૪૪ ડિગ્રી સુધીનું ગરમીનું તાપમાન રહ્યું હતું ત્યારે વધુ પડતી ગરમી પડતાની સાથે જ વાહનો આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે આ વર્ષે પણ ડીસા તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આજે ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં પણ ઈકો ગાડીમાં આગ લાગી હતી આગ લાગતા ની સાથે જ આજુબાજુના સ્થાનિક લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આજુ બાજુના સ્થાનિક લોકોએ ઈકો ગાડીમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી ગાડીમાં પેસેન્જર ન હોવાના કારણે મોટી જાનહાનિ થઇ હતી આ આગની ઘટનામાં ઈકોગાડી ચાલકને મોટું નુકસાન થવા પામ્યું હતું હાલમાં લગ્નની સિઝન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઇકો ગાડીમાં મુસાફરી કરતા હોય છે ત્યારે ગરમીના કારણે વારંવાર ગાડીઓમાં લાગતી આગની ઘટનાને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

Download Our B K News Today App



Related News