સમીના વરાણા ગામ પાસે વાવલ પુલ નજીક ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડીચાલક ગાડીમાં જ સળગીને ભડથું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-13 13:20:35
  • Views : 361
  • Modified Date : 2021-06-13 13:20:35

     એક તરફ કોરોના વાઇરસની મહામારીને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગ ઘટનાઓ સામે આવતા લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટના શરૂ થઈ જતી હોય છે. ગત વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતા જ વાહનોમાં આગની અનેક ઘટનાઓ ઘટી હતી, ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થવાની સાથે છેલ્લા એક અઠવાડિયામાં આગની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

     ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે બપોરે સીએનજી ગેસ કીટ વાળી ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડીમાં સવાર ચાલકનું ભડથુ થઇ જવા પામ્યું હતું.બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના પાટિયા પાસે વાવલ પુલ નજીકથી  બપોરના સુમારે પસાર થઈ રહેલ સીએનજી કીટ વાળી ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડી ચાલક વરાણા ગામના રણજિતસિંહ સિંધવ નામના વ્યક્તિ ગાડીમાં જ સળગીને ભડથું થઈ જવા પામ્યા હતા.

     ઉપરોક્ત બનાવની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસે ઘટનાસ્થળે આવી ગાડીમાં લાગેલી આગને અગ્નિશામક યંત્રથી ઓલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રણજીતસિંહ સિંઘવની લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News