ડીસા તાલુકાના આસેડા ચાર રસ્તા પાસે અગમ્ય કારણોસર ગાડીમાં આગ લાગી, 2 લોકોનો આબાદ બચાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 11:27:21
  • Views : 176
  • Modified Date : 2022-03-15 11:27:21

પાટણ તરફથી આવી રહેલી મારુતિ કાર આસેડા વળાંક પાસે આવતાની સાથે ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી પરંતુ સદનસીબે ડ્રાઈવર ગાડી સાઇડમાં કરી અને એક વ્યક્તિ સાથે નીચે ઉતરી જતાં જાનહાનિ ટળી હતી પરંતુ આગની ઘટનામાં મારુતિ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે વાહનોમાં આગની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે આજે એક દિવસમાં ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યા પર મારુતિ કારમાં આગ ની ઘટના સામે આવી હતી ખાસ કરીને ડીસા તાલુકામાં આજે શોર્ટસર્કિટના કારણે મારુતિ માં આગ લાગતા અફરા- તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે પાટણ થી મારુતિ કાર લઈને દિશા તરફ આવી રહેલા બે લોકો વાસડા વળાંક પાસે પહોંચતાની સાથે મારુતિકારમાં શોર્ટ સર્કિટ શરૂ થઈ ગયું હતું જેથી ડ્રાઇવર તાત્કાલિક કાઢીને આસેડા પાસે સાઈડમાં કરી હતી જે બાદ જોતજોતામાં મારુતિકારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગમાં મારુતિ કાર બની જવા પામી હતી આગની ઘટનાને લઈને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી તો મારુતિ કાર બળી કઈ હતી આગની ઘટનામાં ડ્રાઇવરની સમય સૂચકતા થી બંને લોકોનો આબાદ બચાવ થયો હતો

Download Our B K News Today App



Related News