ડીસા કલાપી નગર ખાતે રહેણાક મકાન માં લાગી આગ લાગતાં ઘરમાં 40 હજાર ઉપરાંત નું નુકશાન...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:27:40
  • Views : 192
  • Modified Date : 2022-04-17 11:27:40


ડીસાના કપાલી નગર ખાતે એક રહેણાક મકાન માં દંપતી વચ્ચે ન જેવી તકરાર થતા પતિએજ ઘરમાં આગ ચાંપી હતી.આગ લાગતાં આજુબાજુમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.તાત્કાલિક ફાયર ફાઇટર ને જાણ કરતા ફાયર ફાઇટ ની ટીમ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘરમાં આગ લાગતાં 40 હજાર ઉપરાંત નું નુકશાન..

 


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં રહેણાંક મકાન અને વાહનોમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસા શહેર માં આવેલ કલાપી નગર ખાતે રહેતા દીપમાલાબેન જીતેશકુમાર પટેલ બપોરના સમયે બે પતિ પત્ની વચ્ચે ન જેવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.જે બાદ  દીપમાળાબેન દ્વારા ઘર માં ઝઘડો કરવાની પોતાના પતિને ના કહેતા તેમના પતિ ઉશ્કેરાઈ ગયા હતા.જે બાદ સાંજના સમયે ઉશ્કેરાયેલા જીતેશ કુમાર પટેલ દારૂના નશામાં ઘરે પડેલ  ગાદલા અને ફ્રીઝ માં આગ ચાંપી હતી.અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં પડેલ તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગયું હતું.આ સમગ્ર આગની ઘટનાની જાણ આજુબાજુમાં થતા સ્થાનિક લોકોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જે બાદ આજુબાજુના લોકોએ ફાયર ફાઇટર ને જાણ કરતા ફાયર ફાઈટ ઘટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ આગ માં ફ્રીઝ ટીવી.ગાદલા તેમજ અન્ય ચીજ વસ્તુ આગ ની ઝપેટ માં આવતા બળી ને ખાક થઈ ગયું હતી.જેમાં 40 હજાર ઉપરાંત  નું નુકશાન થવા પામ્યું હતું..

Download Our B K News Today App



Related News