ડીસાના રિજમેન્ટ રોડ પર રહેણાંક વિસ્તારમાં અગમ્ય કારણોસર લાગીઆગ : સદનસીબે જાન હાનિ ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:28:38
  • Views : 210
  • Modified Date : 2022-03-25 11:28:38

ડીસાના રિજમેન્ટ રોડ પર રહેણાંક વિસ્તારમાં અગમ્ય કારણોસર લાગીઆગ : સદનસીબે જાન હાનિ ટળી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ આગની ઘટનાઓ રહેણાંક વિસ્તારોમાં સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક આગની ઘટના ડીસાના હારીજ રોડ પર સામે આવી હતી જેમાં ડીસા શહેરના રિજમેન્ટ  રોડ પર આવેલ ફ્રુટના ગોડાઉનની બાજુમાં રહેણાક વિસ્તારમાં ખાલી પડેલ કોમન પ્લોટમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી જે બાદ ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો માર સહન કર્યો હતો બે કલાકની ભારે જહેમત બાદ ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પાલિકાની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવતા આજુબાજુના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટનાના પગલે આજુબાજુના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા આગની ઘટનામાં સદ્નસીબે કોઈ મોટું નુકસાન થયું નહોતું

Download Our B K News Today App



Related News