સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ ગાંભોઇમાં પાસે આવેલ એક ખાનગી ફેક્ટરીમાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-23 11:40:13
  • Views : 351
  • Modified Date : 2024-03-23 11:40:13

હિંમતનગરના ગાંભોઇ નજીક આવેલી ખાનગી ફેક્ટરીમાં શુક્રવાર સાંજે આગ લાગી હતી. આગની ઘટના એટલી વિકરાળ હતી કે, આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઇ હતી અને નજીકમાં આવેલા પેટ્રોલપંપને લઈ સ્થાનિકોમાં ચિંતા વધી ગઇ હતી. આગની ઘટનાને પગલે ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો.ગમ સ્ટીક બનાવતી ફેક્ટરીમા આગની ઘટના બની હતી. રાત્રી ભર ફાયરની ટીમોએ આગને બુઝાવવા માટે પ્રયાસો જારી રાખ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ફાયરની ટીમોએ રાતભર ઉઠાવ્યા બાદ વહેલી સવારે સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

Download Our B K News Today App



Related News