ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ચાલુ ટ્રક માં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 12:03:26
  • Views : 258
  • Modified Date : 2021-12-04 12:03:26

ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ચાલુ ટ્રક માં આગ લાગી

 

ઘઉંના કટ્ટા સહિત ત્રણ બળીને ખાખ

 

બનાસકાંઠામાં ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે એક ચાલુ ટ્રક માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘઉંના કટ્ટા ભરેલી ટ્રકમાં ટેક્નિકલ ખામી સર્જાતા લાગેલી આગમાં ટ્રક સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઇ જતાં માલિકને મોટું નુકસાન થયું છે

 

ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર મુડેઠા ગામ પાસે આજે વહેલી સવારે એક ચાલુ ટ્રકમાં આગ લાગી હતી. ડીસા થી રાધનપુર તરફ જઇ રહેલી ઘઉં ના કટ્ટા ભરેલી ટ્રક માં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી હોવાની જાણ થતાં જ ટ્રક ચાલક અને કંડકટર બંને તરત જ ટ્રક સાઈડમાં કરીને ઉતરી ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો અને ભીલડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક ફાયરની ટીમને બોલાવી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં તો ટ્રક સહિતનો મુદ્દામાલ સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં ટ્રક માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે સમયસૂચકતાને કારણે ટ્રક ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો.

Download Our B K News Today App



Related News