થરાદના લોઢનોર ગામે કરિયાણાની દુકાનમાં લાગી આગ : દુકાનમાલિકને અંદાજીત 1.લાખનું નુકશાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 12:44:42
  • Views : 254
  • Modified Date : 2021-06-30 12:44:42

     એક તરફ કોરોના વાઇરસની મહામારીને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગ ઘટનાઓ સામે આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે આગની ઘટના શરૂ થઈ જતી હોય છે. ગત વર્ષે પણ  આગની અનેક ઘટનાઓ ઘટી હતી, ત્યારે ચાલુ વર્ષે  છેલ્લા એક અઠવાડિયામાં આગની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થરાદના લોઢનોર ગામે આગ ની ઘટના સામે આવી છે લોઢનોર ગામે કુળદેવી કરિયાણાની સ્ટોર માં વહેલી સવારે અગમ્ય કારણો સર આગ લાગી હતી આગ લાગતા  સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આગ લાગવાની જાણ થરાદ ફાયર ટીમ ને થતા ફાયર ટિમ તાત્કાલીક ઘટના સ્થળે જઈ પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગતા વસરામભાઈ નાનજીભાઈની કરિયાણા દુકાનમાં પડેલ ખાદ્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થયી ગયી હતી તેમાં અંદાજીત 1.લાખ નું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News