ભચાઉના લલીયાણામાં ઘાસ ભરેલા ટેમ્પોમાં લાગી આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-18 18:06:54
  • Views : 91
  • Modified Date : 2023-11-18 18:06:54

કચ્છના ભચાઉના લલીયાણા ગામે ઘાસનો જથ્થો ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વીજ વાયરને અડી જતા ઘાસ ભરેલો ટેમ્પો સળગવા લાગ્યો હતો. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને તળાવમાં ઉતારી દીધો હતો.ત્યાર બાદ નજીકમાં રહેલા જેસીબીની મદદથી ટેમ્પોમાં પાણી છાંટીને આગ ઓલવવામાં આવી હતી. તો ઘાસનો જથ્થો પણ ટેમ્પોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવરની સૂઝબૂઝથી ઘાસ ભરેલા ટેમ્પોમાં આગ લાગવા છતાં ટેમ્પોને વધુ નુકસાન થયું નથી.

Download Our B K News Today App



Related News