સલાયા બંદરે લાંગરેલી ફિશિંગ બોટમાં લાગી આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 15:33:39
  • Views : 84
  • Modified Date : 2023-12-14 15:33:39

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરે લાંગરેલી ફિશિંગ બોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો માછીમારની બોટમાં એકાએક આગ ભભૂકિ ઉઠી હતી. જો કે સદનસીબે આગમાં કોઈ પણ જાનહાનિની ઘટના બની નથી. બોટની કેબિનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. તો જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.તો આ અગાઉ ઓમાનના ખસબ ખાતે અલી મદદ નામના વાહણમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સલાયા પરત ફરતી વખતે એન્જિનમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ હતુ.તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.જો કે જહાજમાં સવાર તમામ ખલાસીઓને તાત્કાલીક ધોરણે અન્ય જહાજ દ્વારા બચાવવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News