ધાનેરાના કુંડી ગામે ખેતરમાં આગ લાગયા ઘઉ બળીને ખાખ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:16:34
  • Views : 295
  • Modified Date : 2022-03-22 11:16:34

 

ડી.પી.માં ફોલ્ટ થતાં વિજવાયરના તળખા પડતા કાપેલા ઘઉમાં આગ લાગી.

                     ધાનેરા તાલુકાના કુંડી ગામે એક ખેડૂતના ખેતરમાં કાપેલા ઘઉમાં વિજવાયરના ફોલ્ટથી આગ લાગી જતાં એકાદ વિઘા જમીનમાં કાપેલા પડેલા ઘઉમાં અચાનક આગ લાગી જતાં બળીને ખાખ થઇ જવા પામ્યા હતા.

       ધાનેરાના કુંડી ગામે રહેતા નાનજીભાઇ છોગાભાઇના ખેતરમાં ઘઉનું વાવેતર કરવામાં આવેલ હતુ અને આ વખતે કુદરતે ઘઉમાં સારા ભાવો અને ઉતારો પણ સારો જોવા મળતા ખેડુતોમાં હરખની હેલી જોવા મળતી હતી પરંતુ આ ખેડુતના ખેતરમાં ઉભેલ લાઇટની ડી.પી.માં ફોલ્ટ થતાં વિજ લાઇનમાં તણખા પડવા લાગ્યા હતા અને આ લાઇન ઘઉના ખેતરમાં પસાર થતી હોવાથી કાપેલા ઘઉમાં આગ લાગી જવા પામી હતી અને જોત જોતામાં આગ વિકરાળ રુપ ધારણ કરતાં એકાદ વિઘાના વાવેતરના ઘઉ બળીને ખાખ  થઇ જતાં..આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણી તથા રેતી વડે આગને કાબુમાં લેતાં અન્ય નુકસાન થતુ અટક્યુ હતુ.        

ધાનેરાના કુંડી ગામે ખેતરમાં આગ લાગતા ઘઉનો પાક બળીને ખાખ થઇ ગયો હતો..

Download Our B K News Today App



Related News