ડીસાના ડોલીવાસ વિસ્તારમાં કટલરી ની દુકાન માં લાગી આગ : વેપારીને લાખો રૂપિયાનું નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 13:15:11
  • Views : 275
  • Modified Date : 2021-06-07 13:15:11

     એક તરફ કોરોના વાઇરસની મહામારીને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગ ઘટનાઓ સામે આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટના શરૂ થઈ જતી હોય છે. ગત વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતા જ વાહનોમાં આગની અનેક ઘટનાઓ ઘટી હતી, ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થવાની સાથે છેલ્લા એક અઠવાડિયામાં આગની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

     છેલ્લા કેટલાક સમયથી ડીસા પંથકમાં દિનપ્રતિદિન આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા ડોલી વાંસ વિસ્તારમાં એક રેસીડેન્સી એરીયામા ગેરકાયદેસર રીતે બનાવેલ  કટલરીના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી જેના પગલે અફડાતફડી મચી જવા પામી હતી આગની ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા આજુબાજુના લોકોના જીવ પડીકે બંધાઈ ગયાં હતાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા ફાયર ફાઈટર તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા જ્યારે આગ કાબુમાં આવે તે પહેલાં ગોડાઉનમાં પડેલ કટલરી સરસામાન બળીને ખાક થઈ ગયો હતો.

     આ આગની ઘટનામાં ગોડાઉન માલિકના જણાવ્યા અનુસાર અંદાજે 10 લાખનું નુકસાન થવા પામ્યું હતું અચાનક લાગેલી આગ થી ગોડાઉન માલિકના મોટું નુકશાન થવા પામ્યું હતું જ્યારે ડોલી વાંસ વિસ્તારમાં આગના પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News