હળવદ માળીયા હાઈવે પર આવેલી કંપનીમાં લાગી આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 15:39:40
  • Views : 80
  • Modified Date : 2023-10-15 15:39:40

મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઈવે પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હળવદ માળીયા હાઈવે પર પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે કંપનીએ પહોંચીને આગ પર પાણીનો મારો ચાલુ કર્યો હતો. મહત્વનું છે કે આગ લાગવાનું કારણ અકબંધ છે.મહત્વનું છે કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી, જો કે ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ લાગવાના કારણે કેટલાનું નુકસાન થયુ તે જાણી શકાયુ નથી. આ આગ લાગવાના કારણે કોઈ ઈજાગ્રસ્ત કે મોત થયા નથી.

Download Our B K News Today App



Related News