પાલનપુર હેબતપુર પાટિયા નજીક હાઇવે પર કારમાં આગ લાગી જતાં અફરાતફરી મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:16:05
  • Views : 267
  • Modified Date : 2022-01-05 12:16:05

પાલનપુર હેબતપુર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી આગ લાગતા જ એલ એન્ડ ટી ટોલ ટેક્સ તેમજ નગરપાલિકાને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા

 

 બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂવાત થતાની સાથે જ અનેક આગની ઘટનાઓ શરૂ થઈ જતી હોય છે.આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ દરમ્યાન અનેક આગની ઘટનાઓ સામે આવી હતી.ખાસ કરીને સરહદી વિસ્તારોમાં આગની અનેક ઘટનાઓ સામે આવી હતી.ત્યારે આજે પાલનપુર હેબતપુર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં કારમાં આગ લાગતાં જ અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ એલ એન્ડ ટી ટોલ ટેક્સ તેમજ નગરપાલિકાને થતા તત્કાલીન ઘટનાસ્થળ પર પહોંચી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગાડીમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે આગ લાગવાની ઘટનામાં મોટી જાનહાની ટળી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની તપાશ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News