સેકટર ૪ શોપીંગ સેન્ટરની ઘંટીની દુકાનમાં મોડીરાત્રે શોર્ટ સર્કીટને કારણે આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:47:47
  • Views : 247
  • Modified Date : 2021-07-31 12:47:47

શહેરમાં સતત ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદને કારણે લાઈટના મિટર બોક્ષમાં નાના મોટા પ્રમાણમાં શોર્ટ શર્કીટ થવાના બનાવો સામે આવ્યા છે ત્યારે ગઈ કાલે રાત્રી દરમિયાન સેક્ટર ૪ શોપિંગ સેન્ટર જાેડે ઘંટીની દુકાન પાછળ અચાનક શોટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી જાે કે, સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સ્થાનિક લોકોમાં આ આગને કારણે ભયનો માહોલ જાેવા મળ્યો હતો. સ્થાનિક વેપારીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે મોડી સાંજે સેક્ટર ૪  શોપીંગ ખાતે આવેલી ઘંટીનું દુકાનની પાછળ મીટર બોક્ષમાં આગ લાગતા રીતસર ફટાકડા ફૂટતા હોય એમ અવાજ આવ્યો હતો. જે બાદ શોપિંગના વેપારીઓ અચાનક જ બહાર આવી ગયા હતા. રાત્રીના ૮ વાગે એકદમ શોર્ટસર્કિટ થવાને કારણે ઘંટીની લાઈટ બંધ થઈ ગઈ હતી  અને ઘંટીના મીટરબોક્સમાં અચાનક જ આગ લાગવાનો બનાવ બનતા વેપારીઓ  દુકાનોની બહાર આવી ગયા હતા. જાેકે સદનસીબે આ બનાવ દરમિયાન કોઇ અન્ય નુકસાન કે જાનહાની થઈ નહતી, પરંતુ એકદમ શોર્ટસર્કિટ થવાને કારણે સેક્ટર ૪ શોપિંગના વહેપારીઓમાં અફડાતફડી અને ગભરાહત વ્યાપી હતી. જાેકે પછી પરિસ્થિતિ થાળે પડતા હળવાશ થઈ હતી ખાસ વરસાદના કારણે પાણી ભરાતા મીટર બોક્સમાં પાણી જવાને કારણે અચાનક આગ લાગી હતી અને ત્યાર બાદ વધુ આગ ન લાગતા થોડીવારમાં બુઝાઈ ગઈ હતી.

 

Download Our B K News Today App



Related News