સુરતની વખારિયા ટેક્સ્ટાઈલ માર્કેટના બેઝમેન્ટની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 14:58:58
  • Views : 316
  • Modified Date : 2020-09-25 14:58:58

      શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી વખારિયા ટેક્સ્ટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી દુકાનમાં રાત્રે શોર્ટ સર્કિટથી અચાનક મોટી આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં સ્થળ પર પહોંચેલી ફાયરની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનામાં મોટા નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે.

આગ પર પાણીનો સતત મારો ચલાવી કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો
રિંગરોડ વિસ્તારમાં આવેલી વખારિયા ટેક્સ્ટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી દુકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. આગના પગલે માર્કેટમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને મળતા ચાર મથકોની ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો સતત મારો ચલાવી કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

શોર્ટસર્કિટના કારણે આગ લાગતા જથ્થો આગની ઝપેટમાં આવી ગયો
માકર્કેટના બેઝમેન્ટના ભાગે આવેલી દુકાનમાં કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જ્યાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો. મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોય આગ વધુ વિકરાળ બની હતી. જોકે, ફાયરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

કાપડના મોટા જથ્થાને નુકસાન થયું હોવાની ભીતિ પણ સેવવામાં આવી
આગની ઘટનામાં કાપડના મોટા જથ્થાને નુકસાન થયું હોવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. બેઝમેન્ટના ભાગે લાગેલી આગ શોર્ટ સર્કિટના લાગી હોવાનું કારણ ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.

Download Our B K News Today App



Related News