ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના લીધે લાગી આગ : એક બાળકી ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:42:43
  • Views : 229
  • Modified Date : 2022-01-17 12:42:43

 

એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ સામે આવ્યો : નવ માસની બાળકી ગંભીર રીતે દાઝી જતાં તેને મહા મુસીબતે બચાવી લેવામાં આવી

ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં રહેતા મકસૂદભાઈ ગુલજારભાઈ કુરેશીના મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાની ઘટના સામે આવી છે.. શનિવારે સાંજે મકસૂદભાઈ કુરેશી મજૂરી અર્થે ગયેલા હતા અને તે દરમ્યાન તેમની પત્ની ઘરની બહાર કામકાજ કરી રહી હતી.. ત્યારે અચાનક મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આખું મકાન આગમાં લપેટાઇ ગયું હતું.. ઘટના બની ત્યારે મકસૂદભાઈની નવ માસની દીકરી આલિયા ફાતિમા નામની દીકરી અંદર સૂઈ રહી હતી.. અને અચાનક આગની ઘટના બનતા આસપાસના લોકોએ એકત્રિત થઈને તાત્કાલિક મકાનમાં સૂઈ રહેલી નવ માસની આલિયા ફાતિમા નામની બાળકીને બચાવી લીધી હતી.. ઘટનાને પગલે મકાનનો તમામ સમાન બળીને રાખ થઈ ગયો છે..અને મકાન માલિકને લાખ્ખો રૂપિયાનું નુકશાન આવ્યું છે.. ગનીમતે ઘટનામાં નવ માસની બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે..પરંતુ બાળકી ગંભીર રીતે દાઝી જતાં તેને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે.

શોર્ટ સર્કિટના લીધે આગ લગતા ગરીબ પરિવારને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.. ઉપરાંત નવ માસની બાળકી પણ ગંભીર રીતે દાઝી ગઈ છેત્યારે સરકાર દ્વારા ગરીબ પરિવારને થયેલા નુકશાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News