ભીલડીમાં એસ બી આઇ બેંક બાજુમાં ડમ્પીંગ સાઈડમાં આગની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 11:52:09
  • Views : 250
  • Modified Date : 2022-03-16 11:52:09

ભીલડીમાં એસ બી આઇ બેંક બાજુમાં ડમ્પીંગ સાઈડમાં આગની ઘટના સામે આવી

 

ભીલડીમાં ડમ્પિંગ સાઈડના હોવાથી કચરો હાઈવે રોડ પર ઠાલવી દેવામાં આવે છે

 

ભીલડી પોલીસ સહિત સરપંચ.તલાટી.ડેપ્યુટી સરપંચ ઘટના સ્થળે

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ વાહનો અને મકાનોમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભીલડી એસબીઆઇ બેંક ની બાજુ માં નવી ભીલડી પંચાયત દ્વારા કચરો હાઈવે રોડ ઉપર નાખવામાં આવી રહ્યો છે ત્યારે હાઈવે રોડ ઉપર ઘન કચરા માં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે હાઈવે રોડ ની બાજુમાં આવેલ ખેતર માલિક રાજગોર પરાગ ભાઈ લક્ષ્મણ ભાઈ ના ઉભેલા પાક એરંડા ને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગમાં વાડ પણ બળીને ખાક થઈ ગઈ હતી જ્યારે આગ ના ધુમાડા ના ગોટે ગોટા પ્રસરી ગયા હતા જેમાં નજીક ની દુકાનો બંધ કરવાની નોબત આવી હતી ત્યારે દુકાનો ધારકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા ત્યારે સરપંચ તલાટી સહિત ભીલડી પોલીસ પણ આગની ઘટના સ્થળ પર દોડી આવી હતી આગને કાબૂમાં લેવા માટે ડીસા થી (લાઇ બંબા)મીની ફાયર ટેન્ડર ની મદદ લેવામાં આવી હતી અને દોઢેક કલાક  પાણી નો મારો કરી આગ ને કાબુ માં લેવા માં આવી હતી.

Download Our B K News Today App



Related News