ડીસા ખાતે આવેલી દાંતીવાડા સિંચાઇની કચેરીમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં રેકર્ડ રૂમમાં રાખવામા આવેલા મહત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:51:58
  • Views : 190
  • Modified Date : 2022-05-19 10:51:58

ડીસા ખાતે આવેલી દાંતીવાડા સિંચાઇની કચેરીમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં રેકર્ડ રૂમમાં રાખવામા આવેલા મહત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા

ડીસા ખાતે આવેલી દાંતીવાડા સિંચાઇની કચેરીમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.. આ આગની ઘટના કચેરીના રેકર્ડ રૂમમાં લાગી હતી.. અને આગ લાગવાની ઘટના બનતા જોત જોતામાં રેકર્ડ રૂમમાં મૂકેલા તમામ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા.. આ આગની ઘટના પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવ્યું છે. આગની આ ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.. અને કચેરીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ જ શરૂઆતમાં આગ બુજવવાનો પ્રયાસ કર્યો હતો.. પરંતુ આગ વધુ હોવાના લીધે કર્મચારીઓને આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળતા મળી હતી.. ત્યારબાદ તાત્કાલિક ડીસા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.. આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધીમાં રેકર્ડ રૂમમાં રાખવામા આવેલા મહત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા..

Download Our B K News Today App



Related News