થરાદમાં એક દુકાન પર જીવંત વીજતાર પડતાં શોર્ટસર્કિટને કારણે લાગી આગ : લાખો રૂપિયાનું સામાન બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:45:01
  • Views : 428
  • Modified Date : 2021-07-07 12:45:01

     થરાદ વાવ હાઇવે પર મામલતદાર ત્રણ રસ્તાની સામે આવેલ હિંગળાજ કોર્પોરેશનની દુકાનની ઉપર જીવંત વીજવાયર પડતાં દુકાનમા આગ લાગી હતી..દુકાન ઉપરથી પસાર થતા વીજ વાયર તૂટી પડ્યો હતો અને વાયર પડતા શોર્ટસર્કિટને કારણે દુકાનમાં આગ લાગી હતી.દુકાનમા આગ લાગવાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતુ..જો કે દુકાનમા આગ લાગતાંની સાથે દુકાનમાં રહેલ લોકો નીકળી ગયા હતા જેના કારણે મોટી જાનહાની ટળી હતી..આગ લાગતા તેમની દુકાનમા રહેલ AC ફર્નિચર અને અગત્યના કાગળો બળીને ખાખ થય ગયા હતા.. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Download Our B K News Today App



Related News